બે વર્ષ પૂર્વે મુંદ્રા તાલુકાના ગેલડાની મહિલા સાથે લોન અપાવવાના બહાને 1.10 લાખની ઠગાઈ કરીને નાસી છૂટેલ આરોપી શખ્સ બોટાદથી દબોચાયો
copy image

સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે, બે વર્ષ પૂર્વે મુંદ્રા તાલુકાના ગેલડાની મહિલા સાથે લોન અપાવવાના બહાને 1.10 લાખની ઠગાઈ કરીને નાસી છૂટેલા આરોપી શખ્સને બોટાદથી ઝડપી પાડવામાં આવેલ છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ ગેલડાના આશાબા ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા પ્રાગપર પોલીસ મથકે આરોપી શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી કે, ઇલેક્ટ્રોનિકા ફાઇનાન્સ લિ.ના મેનેજરએ લોન અપાવી દેવાના બહાને કાગળો અને ચેક પર સહી લઇ લોન પાસ કરાવી સિક્યુરિટી અર્થે મેળવેલા સહીવાળા ચેકથી ફરિયાદીની જાણ બહાર રૂા. 1.10 લાખ ટ્રાન્સફર કરાવી ઠગાઇ આચરી હતી. જાણવા મળી રહ્યું છે કે, આ કેસના નાસતા-ફરતા આરોપી શખ્સને બોટાદથી પેરોલ સ્ક્વોર્ડની ટીમે ઝડપી લીધો હતો. આરોપી શખ્સને આગળની કાર્યવાહી કરવા પ્રાગપર પોલીસને સોપી દેવામાં આવેલ છે.