ગાંધીધામ ખાતે આવેલ પડાણામાં વાડામાં ઊભેલા સાત ટેન્કરમાંથી 1.36 લાખના ડિઝલની ચોરી કરી નિશાચરો થયા ફરાર
copy image

ગાંધીધામ ખાતે આવેલ પડાણામાં વાડામાં ઊભેલા સાત ટેન્કરમાંથી 1.36 લાખના ડિઝલની ચોરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ મામલે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ મામલે ધીરજ કરશન આહીર દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર અંતરજાળમાં રહેનાર ફરિયાદી પાર્થ લોજીસ્ટીક નામની ટ્રાન્સપોર્ટ નામની પેઢી ચલાવે છે અને પડાણા નજીક વાડો ધરાવે છે. જેમાં ટેન્કરો પાર્ક કરવામાં આવે છે અહીં દેખરેખ માટે ચોકીદાર રાખવામા આવેલ છે.જાણવા મળી રહ્યું છે કે, ગત તા. 13-10ના વહેલી સવારે ચોકીદારે આ ફરિયાદીને ફોન કરી આપણા વાડામાં ઊભેલા વાહનોમાંથી ડીઝલની ચોરી થઇ હોવાની હકીકત જણાવી હતી. બનાવની રાત્રે વરસાદ પડતા ચોકીદાર અને ચાલકો વર્કશોપ આગળના રૂમમાં સુઇ ગયા હતા. તે દરમ્યાન ચોર ઈશમો આ વાડામાં ઘુસ્યા હતા અને અહીં ઊભેલા ચાર ટેન્કરમાંથી રૂા. 1,08,000ની 1200 લિટર ડીઝલચોરી કરી ગયા હતા. ઉપરાંત આ તસ્કરોએ હિન્દુસ્તાન એનર્જી ફલીટ ઓનર્સ એન્ડ ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાકટર્સના માલિક નરેન્દ્ર ભંવરલાલ નિમ્બાવતના પણ 870 લિટર ડીઝલ ટાંકીમાંથી ચોરી કરી ફરાર થઈ ગયા હતા. વધુમાં નોંધાવેલ ફરિયાદ આધારે જાણવા મળી રહ્યું છે કે, આ ચોર ઈશમો કુલ સાત ટેન્કરમાંથી રૂા. 1,86,300ના ડીઝલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે કડક કાર્યવાહી કરવા માંગ ઉઠતાં પોલીસ આરોપી શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.