ગાંધીધામમાં કિશોરીનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારવાના કેસમાં આરોપી શખ્સને 10 વર્ષની કેદ
copy image

ગાંધીધામમાં કિશોરીનું અપહરણ કરી જુદા જુદા સ્થળોએ લઇ જઇ તેના પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં અહીંની કોર્ટે આરોપીને 10 વર્ષની સજાનો હૂકુમ જાહેર કર્યો છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર ગાંધીધામમાં રહેનાર 16 વર્ષીય કિશોરીનું આરોપી શખ્સે અપહરણ કર્યું હતું, અને બાદમાં તે આરોપી શખ્સ કિશોરીને ભચાઉ, અમદાવાદ લઇ ગયો હતો અને ભચાઉ ખાતે આ શખ્સે કિશોરી ઉપર બળાત્કાર ગુજાર્યો હતો,જાણવા મળી રહ્યું છે કે, આરોપી શખ્સ વિરુદ્ધ ગત તા. 9/11/2019ના એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. પોલીસે બનાવની તપાસ કરી આરોપીની ધરપકડ કરી હતી. તેના વિરુદ્ધ પૂરતા પુરાવા હોવાથી તેની વિરુદ્ધમાં કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાઈ હતી. આ કેસ અહીંની અધિક સેશન્સ જજની કોર્ટમાં ચાલી ગયો હતો. જ્યાં કેસ દરમ્યાન સરકાર તરફે સાહેદો, દસ્તાવેજી આધાર-પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા તેમજ દલીલો કરવામાં આવી હતી. જાણવા મળી રહ્યું છે કે, સુનાવણીના અંતે ન્યાયાધીશએ આરોપી શખ્સને જુદી-જુદી કલમો હેઠળ કુલ 10 વર્ષની સખત કેદ તથા કુલ રૂા. 40,000નો દંડ ફટકાર્યો હતો અને દંડની રકમ ન ભરે, તો વધુ કેદનો આદેશ આપવામાં આવ્યો હતો.