કચ્છમાં નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત સફાઈ ઝુંબેશ કરાઇ

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી તા. ૧૭ સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી દેશ વ્યાપી “ સ્વચ્છતા હી સેવા” અભિયાનનો પ્રારંભ કર્યો હતો. ગુજરાતમાં આ સ્વચ્છતા અભિયાન ૧૭ સપ્ટેમ્બર થી શરૂ કરીને ૩૧મી ઓક્ટોબર એટલે કે સરદાર પટેલ જન્મ જયંતિ સુધી યોજાવાનું છે. ત્યારે કચ્છમાં શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં આ સ્વચ્છતા અભિયાન અંતર્ગત જન ભાગીદારીથી સ્વચ્છતા સફાઈનું જન આંદોલન ચાલી રહ્યું છે.
કચ્છના ભુજ, માંડવી, રાપર, ભચાઉ, નખત્રાણા વગેરે નગરપાલિકા દ્વારા ટ્રાફિક ધરાવતા અને કોમર્શિયલ વિસ્તારોમાં રાત્રે સફાઈનો અભિગમ અપનાવીને આ સ્વચ્છતા સફાઈ અભિયાનને વધુ વેગવંતુ બનાવાયું છે. જયારે ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. વાંઢીયા, સુવઇ વગેરે ગામના માર્ગો ઉપર ગંદકી અને કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.