“નારાયણ સરોવર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ છેતરપીંડીના ગુના કામેના આરોપીને સાબરકાંઠાથી પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ”
રઘુભા ઉર્ફે અરવિંદસિંહ આમરજી સોઢા ઉ.વ.૪૬ ધંધો-ડ્રાઇવિંગ રહે- દરબાર ફળીયું ગામ- પાન્ધ્રો તા.લખપત વાળાનાઓએ ગઇ તા.૦૨/૦૯/૨૦૨૨ ના રોજ તેમના પુત્ર રાજેન્દ્રસિંહ ઉ.વ.રર વર્ષ નાનું માતાના મઢ ખાતે આવેલ જી.એમ.ડી.સી.ની લિગ્નાઇટ માઇન્સ વિસ્તારમાં ટ્રેક્ટરના મોટા ટાયર નીચે આવવાથી અકસ્માતે તેનું મોત થયેલ હતું જેની કોર્ટમાં ફરીયાદ કરવા માટે સાબરકાંઠાના વકીલ રોહિતકુમાર જેઠાભાઈ પરમાર રહે-એ.ટી.શિખર સોસાયટી, નવરાત્રી ચોક, બાલવાવ રોડ, પોસ્ટ-ઇડર જિ.સાબરકાંઠાં નાઓનો કોન્ટેક કરેલ. આરોપીએ આ ફરીયદીશ્રી સાથે ફરીને વિશ્વાસમાં લઈ ફરીયાદી પાસેથી ફરીયાદીના પુત્રના અકસ્માતના કેશ બાબતે આરોપીના કહેવાથી અવાર નવાર અજીતભાઈ ડાભી નાઓના ફોન પે માં રૂ.૧,૦૦,૦૦૦/- તથા અમદાવદા ખાતે રોકડા રૂ.૫૦,૦૦૦/- લઇ ફરીયાદીના પુત્રનો કેશ ન લડી ફરી.સાથે છેતરપીંડી કરેલ જે બાબતે નારાયણ સરોવર પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં. ૧૪૯/૨૦૨૪ આઇ.પી.સી. કલમ ૪૦૬,૪૨૦ મુજબ ગુન્હો દાખલ થયેલ.
શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ i/c પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ઉપરોક્ત ગુના કામેના આરોપીને પકડી પાડવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.
જે સુચના અને માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન. ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી ટી.બી.રબારી સાહેબ પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી તથા એમ.એચ.પટેલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. પ્રધ્યુમનસિંહ ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મુળરાજભાઇ ગઢવી, રણજીતસિંહ જાડેજા તથા મહિપાલસિંહ પુરોહિતનાઓની ટીમને ઉપરોક્ત ગુના કામેના આરોપીને પકડી પાડવા સુચના આપેલ. ઉપરોક્ત ગુના કામેના આરોપીનો મોબાઇલ છેલ્લા ણ મહિનાથી બંધ આવતો હોય તેમજ પોતાના રહેણાક મકાને પણ હાજર મળી ના આવતો હોય જેથી ટેકનીકલ સર્વેલન્સ તેમજ હ્યુમન સોર્સીસ આધારે હકીકત મેળવી ઉપરોક્ત ગુના કામેના આરોપી રોહિતકુમાર જેઠાભાઇ પરમારને પરમાર વાસ,ખેડબ્રહ્મા – સાબરકાંઠા ખાતેથી પકડી ઉપરોક્ત ગુન્હા કામે હસ્તગત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
- પકડાયેલ આરોપી
રોહિતકુમાર જેઠાભાઇ પરમાર રહે. પરમાર વાસ,ખેડબ્રહ્મા – સાબરકાંઠા