ઓનલાઇન નાણાકીય છેતરપીંડીની પુરેપુરી રકમ રૂ.૬૮,૫૩૮/- ફ્રીઝ કરાવી અરજદારને પરત અપાવતી સાયબર ક્રાઇમ સેલ પશ્ચિમ કચ્છ ભુજ

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા i/c પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓ દ્રારા સાયબર ક્રાઇમના ગુન્હા અટકાવવા તથા શોધવા અંગેની સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ.

જે સુચના અનુસંધાને નોડલ અધિકારી અને પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબ સાયબર ક્રાઇમ સેલ(એલ.સી.બી.) પશ્ચિમ કચ્છ-ભુજનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશ ભેમાભાઈ ચૌધરી તથા પરબતભાઇ ચૌધરી દ્રારા KYC અપડેટ ફોડ, લોન-લોટરી ફોડ, અનઓથોરાઇઝેડ ટ્રાન્ઝેકશન ફોડ, જોબ ફ્રોડ, શોપીંગ ફોડ, આર્મીના નામે OLX/ફેસબુક એડમાંથી વસ્તુ ખરીદીને લગતા ફ્રોડ જેવા સાયબર ક્રાઇમના બનાવોમાં પશ્વિમ-કચ્છ ભુજ જીલ્લા સાયબર સેલ હંમેશા ભોગ બનનારને તાત્કાલીક મદદરૂપ થાય છે

અરજદારશ્રી ભરતભાઇ રહે. ભુજવાળા સાથે થયેલ ફોડની પુરેપુરી રકમ રૂ.૬૮,૫૩૮/- પરત અપાવી સરાહનીય કામગીરી કરેલ. આ કામની હકીકત એવી છે કે, અરજદારશ્રીને ટેલેગ્રામ એપ્લીકેશનમાં એક મેસેજ આવેલ જેમા જણાવેલ કે શેર માર્કેટમાં રૂપીયા ઇન્વેસ્ટ કરો તો તેનું બે ઘણુ વળતર આપવામાં આવશે. જેથી અરજદાર લાલચમાં આવી જઇ અલગ અલગ ટ્રાન્ઝેકશન કરી કુલ્લ રૂ.૬૮,૫૩૮/- મોકલાવેલ બાદ સામેવાળાએ અરજદારને કોઇ વળતર ના આપી અરજદારનો સંપર્ક બંધ કરી દિધેલ હોય જેથી અરજદારને પોતાની સાથે ફ્રોડ થયાનુ જણાઇ આવતા તેઓએ તુરંત જ સાયબર સેલ (એલ.સી.બી.) પશ્ચિમ કચ્છ-ભુજનો સંપર્ક કરતાં સાયબર સેલ (એલ.સી.બી.) દ્રારા આ બનાવમાં ભોગબનનારને મદદરૂપ થઇ તાત્કાલીક પત્રવ્યવહાર તથા ટેકનીકલ રીસોર્સના આધારે અરજદારશ્રીની ગયેલ પુરેપુરી રકમ રૂા.૬૮,૫૩૮/- અરજદારશ્રીના અકાઉન્ટમા પરત અપાવેલ.

સાવચેતી

  • કોઇપણ બેંક/મોબાઇલ કંપની માંથી ફોન કોલ આવે તો કોઇપણ જાતના બેંક અકાઉન્ટ તથા OTP ની માહીતી શેર કરવી નહી.
  • કોઇપણ એપ્લીકેશન (ઉ.દા.Team Viewer, Any Desk) ડાઉનલોડ/ઇન્સ્ટોલ કરવી નહી.
  • અજાણી સ્ત્રીના ફોટાવાળી ફેસબુકમાં ફ્રેન્ડ રીકવેસ્ટ એકસેપ્ટ કરવી નહી.
  • કોઇપણ ચીજવસ્તુની ઓનલાઇન ખરીદી વખતે ઓફીસીયલ વેબસાઇટની ખરાઇ કરીને જ ખરીદી કરવી.
  • સસ્તા સોનાના નામે ઇન્ડીયા માર્ટમાં જાહેરાત આવે તો લાલચમાં આવવું નહી.
  • અજાણ્યા મોબાઇલ નંબર પરથી આવેલ કોઇપણ જાતની લીંક ઓપન કરવી નહી.
  • જયારે કોઇપણ મિત્ર તેના ફેસબુક મેસેન્જર દ્રારા રૂપીયાની માંગણી કરે તો તે મિત્રની ઓળખ કરી તેના મોબાઇલ નંબર પર તેની ખરાઇ કરવી.

ભોગબનનારે કરવાની કાર્યવાહી

  • તમો ઓનલાઇન ફ્રોડનો ભોગ બનો તરત જ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર – ૧૯૩૦ પર કોલ કરવો. તેમજ નજીકના પોલીસ સ્ટેશન/સાયબર સેલ શાખાનો સંપર્ક કરવો અને તમારા ફ્રોડ થયેલ બેંક ખાતાની સંપર્ણ વિગતો આપવી.