નલિયાના વેપારી સાથે 60 હજારની ઠગાઈ

copy image

copy image

  નલિયાના વેપારી સાથે સાધનના સોદામાં 60 હજારની ઠગાઈ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ અબડાસા ખાતે આવેલ નલિયામાં વેપારી યુવાનને વડોદરાના આરોપી શખ્સએ જૂનાં વાહનના ફોટા મોકલી સોદો નક્કી કર્યા બાદ રૂા. 60 હજાર મેળવી વાહન કે નાણાં પરત ન આપી છેતરપીંડી  આચરી હતી.  આ બનાવ અંગે અસગરઅલી અદ્રેમાન સૈયદ દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદીને આરોપી શખ્સે એક્ટિવા અને બુલેટના ફોટા વોટ્સઅપમાં મોકલ્યા હતા. બાદમાં રૂા. બે લાખમાં સોદો નક્કી કરવામાં આવતા આરોપીએ સોદા પેટે ગૂગલ પે મારફત રૂા. 60 હજાર આપવા તથા ડિલિવરી વખતે અન્ય ચૂકવણું કરવા જણાવ્યું હતું. જાણવા મળી રહ્યું છે કે, નાણાં આપ્યા બાદ આરોપી શખ્સે વાહન કે નાણાં પરત ન આપી છેતરપિંડી આચરી હતી. જે મામલે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.