અંજાર-ખારા પસવારિયા રોડ પર અજાણ્યાં વાહને બાઇકને હડફેટમાં લેતાં બાઇક ચાલકનું મોત

accident

copy image

copy image

વધુ એક માર્ગ અકસ્માતમાં યુવાનને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજાર-ખારા પસવારિયા રોડ પર અજાણ્યાં વાહને બાઇકને હડફેટમાં લેતાં રમેશ ભીખાભાઇ બોરીચા નામના યુવાનનું મોત નીપજયું હતું.આ બનાવ ગત તા.  1-11ના બપોરના અરસામાં અંજારથી ખારા પસવારિયા રોડ પર સર્જાયો હતો.. અજાપરમાં રહેનાર રમેશ બોરીચા નામનો યુવાન પોતાની બાઇક લઇને જઇ રહ્યો હતો. તે સમયે કોઇ અજાણ્યાં વાહને તેને હડફેટમાં લેતાં તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ બનાવમાં ઘાયલ થયેલ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.