માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલ 56 વર્ષીય આધેડનું સારવાર દરમ્યાન મોત

copy image

copy image

ગાંધીધામમાં માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલ 56 વર્ષીય આધેડે સારવાર દરમ્યાન અંતિમ શ્વાશ લીધા હતા. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ અમુક દિવસો પૂર્વે વિજયસિંહ કપિલદેવસિંહ નામના 56 વર્ષીય આધેડ બાઇક લઈને જઈ રહયા હતા તે સમયે નૂરી મસ્જીદ સામેના રોડ પર કોઈ અજાણ્યા વાહને હડફેટમાં લીધા હતા. ગંભીર રીતે ઘાયલ થયેલ આ આધેડને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા.  બાદમાં અંતે ઘરે લઈ આવતા તેમનું મોત નીપજયું હતું. પોલીસે આ બનાવ અંગે અજાણ્યા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આદરી છે.