ભુજના બસ સ્ટેશનની હાલત દિનપ્રતિદિન બદથી બદ્દતર થતી જઈ રહી છે…ક્યારે સુધરશે ?

કચ્છના પાટનગર ભુજના બસ સ્ટેશનની હાલત દિનપ્રતિદિન બદથી બદ્દતર થતી જઈ રહી હોય તેવું દેખાઈ રહ્યું છે. આજ સવારની જ વાત કરીએ તો ભુજ શહેરના બસ સ્ટેશનની અત્યંત ખરાબ જણાઈ હતી. ચારો તરફ ગંદકી નજરે ચડી રહી છે. અસ્ત વ્યસ્ત અને આડેધડ પાર્કિંગના કારણે વાહન વ્યવહાર પણ ખોરવાઈ રહ્યો છે. અહી આવનાર મુસાફરો તેમજ અન્ય લોકો આ પરિસ્થિતીના કારણે ત્રસ્ત બની ચૂક્યા છે. રોડ પર માસ મોટા ખાડા પડ્યા છે ઉપરાંત આ ખાડાઓમાં ગંદકી ફેલાવનાર અત્યંત ખરાબ પાણી ભરાયું છે. આવી પરિસ્થિતીના કારણે લોકોને ત્યાથી પસાર થવા માટે પણ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે અહી પ્રશ્ન એ ઉદ્દભવે છે કે, દર વર્ષે લાખો કરોડોની ગ્રાન્ટ પાસ થાય છે છતાં કોઈ કામ કેમ થતી નથી..? હમેશા જાહેર જનતાંને જ કેમ સફર કરવો પડી રહ્યો છે…? શું આ પરિસ્થિતી આમ જ હાલી આવશે કે કોઈ નિર્ણય આવશે પણ ખરું..? સત્વરે અહીની હાલત સુધારવામાં આવે એવી માંગ ઉઠી છે.