અંજારમાં ભુવડસીમ વિસ્તારમાં આવેલ મધુબન આઈમાતા હોટેલની પાછળ બાવળની ઝાડીમાંથી વિદેશીદારૂનો જથ્થો ઝડપી પાડતી અંજાર પોલીસ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજના તથા શ્રી સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક પુર્વ કચ્છ ગાંધીધામનાઓએ અસામાજીક પ્રવ્રુતી કરતા ઈસમો પર વોચ રાખવા તેમજ જીલ્લામાં પ્રોહિબીશનના ડેશો શોધી કાઢવા તેમજ દારૂને નેસ્તનાબુદ કરવા આપેલ સુચન અન્વયે શ્રી મુકેશ ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગ અંજાર નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી એ.આર.ગોહીલ પોલીસ ઈન્સપેક્ટર અંજાર પોલીસ સ્ટેશન નાઓ આવી પ્રોહીબીશનની બદીને નેસ્ત નાબૂદ કરવા સારૂ સતત પ્રયત્નશીલ રહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતી આવી પ્રવુતિ કરતા ઈસમો પર પોલીસ સ્ટાફના માણસો તથા ખાનગી બાતમીદારો મારફતે સતત વોચ રાખી તે દરમ્યાન ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત આધારે ખુશારામ આશારામ પ્રજાપતિ રહે- મધુબન આઈમાતા હોટેલ સુર્યા ડંપની બાજુમાં ભુવડસીમ તા.અંજાર મુળ-રાજસ્થાન વાળો પોતાના કબ્જાની મધુબન આઈમાતા હોટેલ પાછળ આવેલ બાવળોની ઝાડીમાં ભારતીય બનાવટની વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે તેવી હકિકત આધારે રેઈડ કરી પ્રોહી મુદામાલ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

ગુનાની વિગત :-

અંજાર પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૩૨૪૧૫૦૫/૨૪ પ્રોહી કલમ-૬૫(એ)(ઈ) ૧૧૬(બી) મુજબ

પકડવાના બાડી આરોપી :-

(૧) ખુશારામ આશારામ પ્રજાપતિ રહે- મધુબન આઈમાતા હોટેલ સુર્યા કંપની બાજુમાં ભુવડસીમ તા.અંજાર

(૨) તપાસ મા નિકળે તે

આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સપેક્ટર શ્રી એ.આર.ગોહીલ તથા પો.સબ.ઈન્સ.શ્રી જે.એસ.ચુડાસમા તથા પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા.