“માંડવી બીચ પર બે મહિના પહેલા એક્ટીવા પાસે ઉભા રહી દારૂ સાથે વિડીયો બનાવી વાયરલ કરેલ તે ઇસમને પકડી કાયદેસરની કાર્યવાહી કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ,ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં જાહેર જનતામાં અસમાજિક પ્રવુત્તિ ફેલાવતા ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સુચના આપેલ.

જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન. ચુડાસમા સાહેબનાઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ બનાવી માંડવી બીચ ઉપર સોસીયલ મીડીયામાં વાયરલ થયેલ એક વીડીયો જે વીડીયામાં એક ઇસમ બોલી રહેલ છે કે, “આવ જાવ ભાઇ માંડવી બીચે આવ્યાતો દારૂ ના પીધો તો શું કર્યું. આવી જાવ દારૂ લ્યો. દારૂ લ્યો.” બોલી વિડીયો બનાવી વાયરલ કરેલ ઇસમને પકડી પડવા સુચના આપેલ. જેથી એલ.સી.બી. સ્ટાફની ટીમ દ્વારા વિડીયો વાયરલ કરનાર ઇસમ મોહનીશ મહેન્દ્ર ઉદાશી રહે. ધિંન્ગેશ્વર મહાદેવ મંદીર પાસે, બાબાવાડી, ધવલનગર રોડ માંડવી – કચ્છ વાળાને પકડી પુછપરછ કરતા જણાવેલ કે, આ વીડીયો હુ અને મારા મિત્રો માંડવી બીચ પર દારૂ પીવા ગયેલ હતા ત્યારે મારા મિત્ર કમલસિહ અજીતસિહ જાડેજાએ બનાવેલ હોવાની કબુલાત આપેલ. તેમજ મજકુર ઇસમ આ દારૂ કોની પાસેથી લાવેલ તે અંગે તપાસ કરવામાં આવશે અને સદરહું વ્યક્તિ મોહનીશ મહેન્દ્ર ઉદાશી દારૂ પીધેલ હાલતમાં મળી આવતા માંડવી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબીશન એક્ટ હેઠળ ગુન્હો દાખલ કરાવવા તજવીજ હાથ ધરેલ છે.