ખાવડા ધોરીમાર્ગ પર ટ્રેઈલર અને બાઈક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત : 24 વર્ષીય યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત
ભુજ ખાતે આવેલ ખાવડા ધોરીમાર્ગ પર ટ્રેઈલર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં 24 વર્ષીય બાઈકચાલક યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ધોરડોના રણોત્સવમાં ખાનગી કંપનીમાં સુરક્ષાકર્મી તરીકે ફરજ બજાવતો નારાણપરનો હિતેશ બુધાભાઈ મહેશ્વરી નામનો યુવાન નોકરી પૂર્ણ કરી બાઈકથી ઘરે જઈ રહ્યો હતો તે સમયે લોરિયા નજીક પહોંચતાં પહોંચતા પૂરઝડપે આવતા અજાણ્યા ટ્રેઈલરના ચાલકે હડફેટમાં લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જાણવા મળી રહ્યું છે કે સર્જાયેલ અસ્કામતમાં માથાના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા આ યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. આ બાનવમાં પોલીસે અજાણ્યા ટ્રેઈલર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ આરંભી છે.