નલિયા ટીંબામાં ધોળા દિવસે બંધ મકાનમાંથી 87 હજારની મત્તા પર હાથ સાફ કરી ચોર ઈશમો થયા ફરાર

chor

copy image

copy image

રાપર ખાતે આવેલ નલિયા ટીંબામાં બંધ મકાનમાંથી ધોળા દિવસે 87 હજારની ચોરી થતાં ગાગોદાર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. ચોરીનો આ બનાવ ગત તા. 25/12ના દિવસ દરમ્યાન બન્યો હતો. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ નલિયા ટીંબામાં રહેતા વૃદ્ધ એવા ફરિયાદી સુરા ભવન મકવાણા અને તેમનાં પત્ની રાધાબેન બનાવવાળા દિવસે સવારે ઘરે હતા,ત્યાર બાદમાં વૃદ્ધા વાડીએ જીરું નીંદવા ગયેલ હતા અને ફરિયાદી વૃદ્ધ ઘરનો દરવાજો ખાલી આડો વાળી વરંડાના મુખ્ય ગેટને તાળાં મારી ગામમાં સમાજવાડીએ ગયેલ હતા. વધુમાં જણાઈ રહ્યું છે કે વૃદ્ધા સાંજે વાળીએથી પરત આવીને જોતાં ઘરમાં તમામ સામાન અસ્ત-વ્યસત હાલતમાં જોવા મળ્યો હતો. બાદમાં ઘરમાં વધુ તપાસ કરતાં ચોરી થયા હોવાનું સામે આવ્યું હતું. ચોરી ઈશમો સોના-ચાંદીના દાગીના સહિત કુલ રૂા. 87,700ની મત્તા પર હાથ સાફ કરી ફરાર થઈ ગયા હતા. આ ચોરી અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.