નવાં વર્ષ થી ભુજ થી ટ્રેનો મોડી ઉપડશે

ભુજ થી મુંબઇ આવતી ટ્રેનો તા. ૧/૧/૨૫ થી ૫ થી ૧૦ મિનિટ મોડી ઉપડશે. વિરમગામ થી ગાંધીધામ ટ્રેક નું ડબલીંગ તથા ઇલેક્ટ્રીફીકેશન થયાં બાદ ટ્રેનો ની સ્પીડ વધશે .

કચ્છ એકસપ્રેસ ૨૨૯૫૬ રાત્રે ૮.૧૫ નાં બદલે ૮.૨૫ વાગ્યે ઉપડશે.

સયાજી નગરી એકસપ્રેસ ૨૦૯૦૮ રાત્રે ૧૦.૩૫ નાં બદલે ૧૦.૪૦ વાગ્યે ઉપડશે.

AC સુપર ફાસ્ટ એકસપ્રેસ ૨૨૯૦૪ બપોર નાં ૪.૦૫ નાં બદલે ૪.૧૦ વાગ્યે ઉપડશે.

ઉપરોકત ટ્રેનો મુંબઇ પોતાનાં નિર્ધારિત સમયે પહોંચશે.

ડબલીંગ તથા ઇલેક્ટ્રીફીકેશન બાદ ટ્રેનો ની સ્પીડ ઓછાં મા ઓછી ૩૦ – ૪૦ મિનિટ નો ફર્ક પડવો જોઈએ. સંસ્થા દ્વારા રેલ્વે અઘિકારીઓ ને આ બાબત આવેદન આપવામાં આવેલ છે.

સુરત સ્ટેશન ડેવલપમેન્ટ પ્લાન ફેસ- ૨ નાં કારણે કચ્છ- મુંબઇ ની ટ્રેનો તા. ૮/૧/૨૫ થી ૬૦ દિવસ માટે સુરત સ્ટેશન ની બદલે ઉધના ઉભી રહેશે.