કચ્છની દરિયાઇ ક્રીકમાંથી પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો
copy image

કચ્છની દરિયાઇ ક્રીકમાંથી પાકિસ્તાની ઘૂસણખોરને દબોચી લેવાયો હોવાનો કિસ્સો સપાટી પર આવ્યો છે, ત્યારે આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ માછીમારીની આડમાં કચ્છની દરિયાઇ સીમાએથી સામે પારથી ડ્રગ્સ ઘૂસાડવા સહિતના બનાવો સામે આવતા હોવાથી ભારતીય સુરક્ષા એજન્સીઓ સતત સતર્ક રહે છે. ત્યારે આની વચ્ચે બપોરના સમયે સીમા સુરક્ષા દળની પ9 બટાલિયનના જવાનોએ બોર્ડર પીલર નં. 1139 પાસે ક્રીક વિસ્તારમાંથી સામે પારથી ઘૂસી આવેલો પાકિસ્તાની ઘૂસણખોરને ઝડપી પાડ્યો છે. વધુમાં જાણવા મળી રહ્યું છે કે આ યુવાન પાસેથી માછીમારીના સાધનો સિવાય કોઇ શંકાસ્પદ વસ્તુ મળી આવેલ ન હતી.આ મામલે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.