અંજારના ખેડોઇ નજીક પુરપાટ આવતા ટ્રેઇલરની હડફેટે ચાર અબોલ જીવોના મોત : બે ઘાયલ
copy image

અંજાર ખાતે આવેલ ખેડોઇ નજીક પુરપાટ આવતા ટ્રેઇલરની હડફેટે ચાર અબોલ જીવોના મોત નિપજ્યા છે જ્યારે બે ગંભીર રીતે ઘાયલ બન્યા છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજાર-મુંદ્રા ધોરીમાર્ગ નજીક ગામના મુરા રામા રબારી ભેંસો ચરાવી રહ્યો હતો. તે સમયે અચાનક પુરપાટ આવતું ટ્રેઇલર રેલિંગમાં અથડાઈ અને આ અબોલ જીવ ભડકાતાં રોડ પર આવી ગયા હતા.જાણવા મળી રહ્યું છે કે બનાવમાં ટ્રેઈલર એ છ પશુઓને હડફેટે લીધા હતા જેમાંથી ચારના મોત થયા હતા તેમજ અન્ય બે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત સર્જી ભાગી જનાર ચાલક વિરુદ્ધ પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
