માંડવીમાં આઠ માસનો લગ્નગાળો ધરાવનાર પરિણીતાએ જીવનલીલા સંકેલી

copy image

copy image

માંડવીમાં 22 વર્ષીય પરિણીતાએ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ પોતાની જીવનલીલા સંકેલી હતી. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આઠ માસનો લગનગાળો ધરવાનાર આ મહિલા થોડા દિવસ અગાઉ જ તેના પતિ તથા નણંદ કુલુ-મનાલી ફરવા ગયા હતા જ્યાથી પરત આવ્યા બાદ પરિણીતાએ અંતિમ પગલું ભરી લીધું હતું. આ મહિલાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં જ તેને સારવાર અર્થે પ્રથમ માંડવીની ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતી જ્યાં ફરજ પરના તબીબી તેને મૃત જાહેર કરી હતી. આ મહિલાએ કયા કારણોસર આવ્યું પગલું ભર્યું હશે તે અંગે આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-