અંજારના ખેડોઇમાં 13 વર્ષીય કિશોરી પર દુષ્કર્મ આંચરનાર આરોપી શખ્સને આજીવન સખત કેદ

jail

copy image

copy image

અંજાર ખાતે આવેલ ખેડોઇમાં 13 વર્ષીય કિશોરી પર દુષ્કર્મ આંચરનાર આરોપી શખ્સને આજીવન માટે જેલમાં ધકેલી દેવામાં આવેલ છે. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજારના ખોખરામાં રહેનાર આરોપી શખ્સે 13 વર્ષીય એક કિશોરીને ખેડોઇ સીમ વિસ્તારમાં બાવળની ઝાડીમાં માતા-પિતાને મારી નાખવાની ધમકી આપી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં અમુક માસ બાદ આ કિશોરીને ગર્ભ રહી ગયો હોવાનું સામે આવતા સમગ્ર મામલો સપાટી  પર આવ્યો હતો.  2022માં બનેલા આ બનાવ અંગે બાદમાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. પોલીસે કાર્યવાહી હાથ ધરી અને આરોપીને ધરપકડ કરી અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવેલ હતો. તેના વિરુદ્ધ પૂરતા પુરાવા હોવાથી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરાઈ હતી. વધુમાં જાણવા મળી રહ્યું છે કે આ કિશોરીએ બાળકને જન્મ આપ્યો હતો, જે બાદમાં દત્તક લેવાયું હતું. આ કેસમાં બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આરોપીને તક્સીરવાન ઠેરવી અને આરોપી ઈશમને આજીવન સખત કેદ તથા કુલ રૂા. 25,000નો દંડ ફટકાર્યો છે.  ઉપરાંત દંડની રકમ ન ભરે તો વધુ સજા તેમજ સરકારી યોજના અંતર્ગત ભોગ બનનારને રૂા. બે લાખ વળતર પેટે આપવા આદેશ જાહેર કરાયો છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-