અંજાર ખાતે આવેલ ખોખરામાંથી કુલ 43.59 લાખના દારૂ સાથે ચોકીદારની અટક

copy image

copy image

  અંજાર ખાતે આવેલ ખોખરામાંથી કુલ 43.59 લાખનો દારૂ જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. ત્યારે આ મામલે  સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસની ટીમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ખોખરા (રાપર)ના રમેશ ભીમજી કોળીની ઓરડીમાં મનીષ પાંચા કોળી અને જયેશ પાંચા કોળી નામના શખ્સોએ દારૂનો જથ્થો રાખેલ છે. ત્યારે મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને આ સ્થળ પર રેડ પાડી અહીં ચોકી કરતા મનીષ કોળી નામના શખ્સને ઝડપી પાડવામાં  આવેલ હતો. ત્યારે વધુમાં જાણવા મળી રહ્યું છે કે હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આ ઓરડીમાંથી કુલ રૂા. 43,59,020નો દારૂ કબ્જે કરાયો છે. પોલીસે અહીથી તમામ મુદ્દામાલ કબ્જે કરી આ ગુના કામેના મુખ્ય સૂત્રધારને ઝડપી પાડવા આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-