વાહનચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમ
માધાપર પોલીસ મથકે નોંધાયેલ વાહનચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ વાહનચોરીના ગુનામાં નાસતા અને ગુનાહિત ઈતિહાસ ધરાવતા આરોપી ઈશમને પશ્ચિમ કચ્છ પોલીસની પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે દબોચી લીધો છે. જાણવા મળી રહ્યું છે કે પૂર્વ બાતમીના આધારે હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દ્વારા આરોપી શખ્સને સોનાપુરી, સમાવાસમાંથી ઝડપી પાડવામાં આવેલ છે. આ અંગે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-