“ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ક્રિકેટ સટ્ટો રમાડતા ઇસમોને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જુગારની બદી નેસ્ત નાબૂદ કરવા માટે સુચના આપેલ.

જે સુચના અનુસંધાને એલ.સી.બી. પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી ટી.બી.રબારી સાહેબ તથા એચ.આર.જેઠી સાહેબનાઓના એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓને જુગારના કેસો શોધી કાઢવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ. જે સુચના અને માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી ટી.બી.રબારી સાહેબ તથા એલ.સી.બી. સ્ટાફના એ.એસ.આઇ. વિરેન્દ્રસિંહ જાડેજા, પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ ઝાલા, મહિપાલસિંહ પુરોહિત તથા શકિતસિંહ ગઢવીનાઓ એલ.સી.બી. કચેરી ખાતે હાજર હતા તે દરમ્યાન પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી ટી.બી.રબારી સાહેબ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ પુરોહિતનાઓને ખાનગીરાહે બાતમી હકિકત મળેલ કે, રાજા રબારી, રહે. ભુજ વાળો તથા અક્ષય શાહ રહે. ફર્સ્ટ ફલોર મયુર એપાર્ટમેન્ટ જૈન ડેલો વાણીયાવાળ, ભુજ વાળાઓ ભેગા મળી અક્ષય શાહના કબ્જા ભોગવટાના રહેણાકના ફલેટમાં પ્રતિક ઠકકર રહે. ભુજ વાળાના કહેવાથી હાલમાં મુંબઈ ખાતે રમાતી ઈગ્લેન્ડ ટુર ઓફ ઈન્ડીયા ૨૦૨૫ T-20 મર્યાદિત 20-20 ઓવરની ક્રિકેટ મેચ ઉપર ઓનલાઇન આઇડી ઉપર નાણાકીય હારજીતનો ક્રીકેટનો સટ્ટો રમી રમાડે છે. જે હકીકત આધારે તુરંતજ વર્કઆઉટ કરી ઉપરોકત બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા હકીકત મુજબના ઇસમો પોતાના કબ્જાના મોબાઇલ ફોનથી “GOLDEN7777.COM” નામની ઓનલાઇન વેબસાઇટ ઉપર ક્રિકેટ સટ્ટો રમાડતા પકડાઇ જતા ઉપરોકત ઇસમ પાસેથી નીચે મુજબનો મુદામાલ મળી આવેલ. જેથી હાજર મળી આવેલ ઇસમો તથા હાજર નહિ મળી આવેલ ઇસમ વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ભુજ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન સોપવામાં આવેલ.

  • પકડાયેલ આરોપી –

રાજા પરબતભાઈ રબારી, ઉ.વ. ૨૨ રહે. હાલે પ્રમુખસ્વામીન નગર પાછળ, હનુમાન મંદિરની બાજુમાં ભુજ રહે. મુળ ગઢશીશા તા.માંડવી.

  • અક્ષય અશ્વિનભાઈ શાહ, ઉ.વ. ૨૪ રહે.ફર્સ્ટ ફલોર મયુર એપાર્ટમેન્ટ જૈન ડેલો વાણીયાવાળ, ભુજ
  • પકડવાના બાકી આરોપી –
  • પ્રતિક ઠકકર રહે. ભુજ
  • ક્રિકેટ સટ્ટો રમવા માટે ઉપયોગ કરેલ મુદામાલ –
  • ટીવી નંગ-૧, કિં.રૂ.૧૫,૦૦૦/-
  • મોબાઇલ ફોન નંગ- ૦૨, કિં.રૂ.૧૦,૦૦0/-
  • સેટઅપબોક્ષ નંગ- ૧, કિં.રૂ.૧,૦૦૦/-

► રીમોટ નંગ-૨, કિં.રૂ.૨૦૦/-