ભુજના નાના રેહા ગામમાં વીસ કબૂતરની ચોરી કરનાર આરોપી શખ્સ દબોચાયો
ભુજ ખાતે આવેલ નાના રેહા ગામમાં વીસ કબૂતરની ચોરી કરનાર આરોપી શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજ તાલુકાનાં નાના રેહા ગામમાં મકાનની છત પર 20,000ના 20 પાળેલા કબૂતર રખવામાં આવેલ હતા. જેની ચોરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. નોંધાવેલ ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી અને કબૂતર ચોરી કરનારા આરોપી ઈશમને પોલીસે દબોચી લીધો હતો. પોલીસે પકડાયેલ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-