વરસામેડીમાં નર્મદા કેનાલમાં ડૂબી જવાથી 21 વર્ષીય યુવાને જીવ ખોયો
વરસામેડીમાં વેલસ્પન ગેટ નજીક નર્મદા કેનાલમાં ડૂબી જવાથી 21 વર્ષીય યુવાને જીવ ગુમાવ્યો છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ વરસામેડી ખાતે આવેલ ચૌધરી કોલોની-1માં રહેનાર 21 વર્ષીય પવનકુમાર કિશોરીરામ નામનો શ્રમિક યુવાન વેલસ્પન ગેટ નજીક આવેલ નર્મદા કેનાલમાં નાહવા ગયેલ હતો જેમાં તે પાણીમાં ગરકાવ થતાં તેનું મોત થયું હોવાની વિગતો સામે આવી છે. આ બનાવ અંગે પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-