ગેસ સિલિન્ડરને લઈને હવે ઘરવપરાશ અને હોસ્પિટલોને મળશે પહેલી પસંદગી

દુનિયામાં ચાલતી ખેંચતાણને લીધે ગેસના પુરવઠા પર અસર ન પડે તે માટે સરકારી ઓઈલ કંપનીઓની તૈયારી

ગેસની ફાળવણી માટે પ્રાથમિકતા સામાન્ય લોકોના ઘર માટે અને હોસ્પિટલો કે સ્કૂલોને અપાશે

હોટલ કે ફેક્ટરી જેવા અન્ય કોમર્શિયલ સેક્ટર્સ માટે ગેસ જોઈતો હશે, તો હવે સીધો નહીં મળે. તેમના માટે કંપનીના મોટા અધિકારીઓની (એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર્સ) એક કમિટી નક્કી કરશે કે તેમને ગેસ આપવો કે નહીં.

કમિટી તપાસશે કે સામેવાળાને ખરેખર કેટલી જરૂર છે અને અત્યારે ગેસનો કેટલો સ્ટોક હાજર છે, તે પછી જ મંજૂરી અપાશે.

જો કોઈ સંસ્થાને ગેસની બહુ જરૂર હોય, તો તેમણે IOCL, BPCL કે HPCL ના અધિકારીઓને ઈમેલ કરીને જાણ કરવાની રહેશે.