ગૌહત્યાના ગુનામાં આઠ માસથી ફરાર આરોપી પોલીસના સકંજામાં

copy image

copy image

ગૌહત્યાના ગુનામાં છેલ્લા આઠ માસથી નાસતા ફરતા આરોપીને એલસીબીની ટીમે પકડી લીધો છે. ત્યારે આ મામલે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે, એલસીબીની ટીમ ડ્યૂટી પર હતી તે સમયે તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, ગત તા. 22/8ના ગૌવંશના માંસ અને ઓજારો, વાહન સાથે બે આરોપી જે-તે સમયે દરોડામાં ઝડપાયા હતા. જે કેસનો અન્ય એક આરોપી ઈશમ છેલ્લા આઠ માસથી ફરાર છે અને તે હાલમાં પોતાના ઘરે હાજર છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી બાતમી હકીકત વાળા સ્થળ પરથી આ ઈશમને રંગે હાથ ઝડપી પાડ્યો હતો.