ભુજમાં સગીરાના અપહરણ અને દૂષકર્મના કેસમાં આરોપી શખ્સને 20 વર્ષની સખત કેદ

copy image

copy image

  ભુજમાં સગીરાના અપહરણ અને દુષ્કર્મના કેસમાં આરોપી શખ્સને 20 વર્ષની સખત કેદ અને દંડ સહીતની સજા ફટકારવામાં આવી છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ ગત તા. 23.2. 2024ના બન્યો હતો. આરોપી શખ્સે ભોગ બનનાર સગીરા સાથે ઈન્સ્ટાગ્રામ  પર મિત્રતા કર્યા બાદ હોસ્પિટલ રોડ ઉપરથી ભોગ બનનાર સગીરા સાથે વાતચીત કરી અને બાદમાં તેને ફોસલાવી  બાઈક પર અપહરણ કર્યું હતું.આરોપી શખ્સ આ સગીરાને      રધુવંશી નગર થઈ એરપોર્ટ સર્કલ  થઈ હરીપર બાજુ જતા રોડ  ઉપર જદુરા રોડ પર  બાઈકથી લઈ ગયેલ હતો. જ્યાં તેની મરજી વિરુદ્ધ તેની પર દુષ્કર્મ આચર્યું હતું. આ સમગ્ર મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને તપાસના અંતે કોર્ટે તમામ દલીલો અને પુરાવાઓ સાંભળ્યા બાદ આરોપીને તકસીરવાન ઠેરવી 20 વર્ષની સજા અને બે લાખનો દંડ ફટકાર્યો હતો. ઉપરાંત જો આદેશનું પાલન કરવામાં ન આવે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ જાહેર કર્યો છે.

આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-