અમદાવાદના 18 મીટરથી મોટા રોડ પરના 400 જેટલાં ટ્રાફિક સિગ્નલ AIથી જોડાશે
![](https://kutchcarenews.com/news/wp-content/uploads/2025/02/image-33.png)
copy image
![](https://kutchcarenews.com/news/wp-content/uploads/2025/02/image-33.png)
અમદાવાદના 18 મીટરથી મોટા રોડ પરના 400 જેટલાં ટ્રાફિક સિગ્નલને AIથી જોડવાના અહેવાલો સામે આવ્યા છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ અમદાવાદના 18 મીટરથી મોટા રોડ પરના 400 જેટલાં ટ્રાફિક સિગ્નલને AIથી જોડવામાં આવશે. જાણવા મળી રહ્યું છે AIથી જોડવાથી કોઈ એક સિગ્નલ પર એક તરફના રોડ પરથી વધારે વાહનો આવતા જણાશે, તો તેની આગળના અન્ય ટ્રાફિક સિગ્નલ પર પણ તે બાજુનો રોડ વધુ સમય માટે ચાલુ રાખવામાં આવશે. અમદાવાદમાં ઈમરજન્સીના સમયે ગ્રીન કોરિડોર બનાવવા કોઈ ટ્રાફિક સિગ્નલનો સેન્ટ્રલાઈઝ કંટ્રોલરૂમ ન હોવાના કારણે પોલીસની મદદ લેવી પડે છે. જે નવી સિસ્ટમ આવવાથી કંટ્રોલ રૂમમાંથી નક્કી કરેલા રૂટને ગ્રીન કોરિડોર બનાવવામાં આવશે. તેમજ જો કોઈ રોડ પર અકસ્માતની ઘટનાના સમયે ટ્રાફિકની સ્થિતિ ઊભી થતા આગળ-પાછળના સિગ્નલને ડાયવર્ટ કરાશે.
આમારા કચ્છ કેર TV ન્યૂઝની એપ ડાઉનલોડ કરો :-
![](https://kutchcarenews.com/news/wp-content/uploads/2025/01/image-126-1024x1024.png)