“માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સુચના આપેલ.

જે સુચના અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટર ટી.બી.રબારી સાહેબ તથા એચ.આર.જેઠી સાહેબનાઓએ પશ્ચિમ કચ્છ-ભુજ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. દેવજીભાઇ મહેશ્વરી, પ્રધ્યુમનસિંહ ગોહિલ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મુળરાજભાઇ ગઢવીનાઓ માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પ્રધ્યુમનસિંહ ગોહિલ તથા મુળરાજભાઇ ગઢવીનાઓને સયુક્ત રીતે બાતમી હકીકત મળેલ કે, જીગ્નેશ કરશન બુચીયા રહે. ખરવાડા વાસ, ગોધરા તા.માંડવી વાળો બહારથી ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો મંગાવી પોતાના કબ્જા ભોગવટાના મકાનમાં રાખી વહેચાણ કરે છે. જે હકીકત આધારે તપાસ કરતા મજકુર ઇસમ રેઇડ દરમ્યાન હાજર મળી આવેલ અને હકીકત વાળી જગ્યાએથી નીચેની વિગતે ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો મળી આવેલ જે તમામ મુદ્દામાલ માંડવી પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ.

  • કબ્જે કરેલ મુદ્દામાલ (કુલ્લ કિં.રૂ. ૩૯,૧૧૩/-)

ભારતીય બનાવટની વિદેશીદારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ-૩૬, કી.રૂા.૨૨,૩૯૧/-

  • બીયર ટીન નંગ- ૧૪, કી.રૂા.૧,૭૨૨/-
  • મોબાઇલ ફોન નંગ – ૦૧, કી.રૂા.૧૫,૦૦૦/-
  • હાજર મળી આવેલ ઇસમ

જીગ્નેશ ઉર્ફે જીગર કરશન બુચીયા ઉ.વ.૨૬ રહે. ખરવાડા વાસ, ગોધરા તા.માંડવી

  • ગુનાહીત ઇતિહાસ
  • માંડવી પો.સ્ટે. સી પાર્ટ ગુ.ર.નં.૮૭/૨૦૨૩ પ્રોહિ ક.૬૫(એ)(એ),૯૮(૨) વિગેરે મુજબ
  • માંડવી પો.સ્ટે. સી પાર્ટ ગુ.ર.નં.૩૫૫/૨૦૨૩ પ્રોહિ ક.૬૫(એ)(એ) વિગેરે મુજબ
  • માંડવી પો.સ્ટે. સી પાર્ટ ગુ.ર.નં.૧૧૨/૨૦૨૪ પ્રોહિ ક.૬૫(એ)(એ) વિગેરે મુજબ