નખત્રાણા ખાતે આવેલ દેવીસરમાંથી છ ખેલીઓની અટક

copy image

copy image

નખત્રાણા ખાતે આવેલ દેવીસરમાંથી છ જુગારપ્રેમીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ   નખત્રાણા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, દેવીસર ગામની પૂર્વમાં આવેલી ખેતરપાળ દેરીની આગળ જાહેર જગ્યામાં અમુક ઈશમો જુગાર રમી રહ્યા છે. મળેલ બાતમીના આધારે પોલીસે હકીકત વાળા સ્થળ પર રેડ પાડી કાર્યવાહી હાથ ધરી અને અહીથી છ ખેલીઓને રોકડ રૂા. 12,350 સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ ખેલીઓ વિરુદ્ધ જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી આરંભી છે.