બે વર્ષ અગાઉ સગીરાની છેડતી કરવાના પ્રકરણમાં આરોપી બે વર્ષ માટે જેલમાં ધકેલાયો

copy image

બે વર્ષ અગાઉ સગીરાની છેડતી કરવાના પ્રકરણમાં નલિયાના આરોપી શખ્સને બે વર્ષ માટે જેલના હવાલે કરી દેવામાં આવેલ છે. આ મામલે વર્તુળોમાંથી પ્રાપ્ત થઈ વિગતો મુજબ ગત તા. ગત તા. 10-10-2022ના રોજ આરોપી શખ્સે સંબંધ રાખવા કહેતાં ભોગ બનનારે તેની ના પાડી હતી જેથી આરોપી શખ્સે તેને થપ્પડ મારી અને છેડતી કરી હતી. આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવતા કોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ આરોપી શખ્સને તકસીરવાન ઠેરવી અને બે વર્ષની સખત કેદ અને રૂા. 10 હજારનો દંડ ફટકાર્યો હતો.