ઠગાઇ-વિશ્વાસઘાતના ગનામાં છેલ્લા બે માસથી નાસતા-ફરતા આરોપીને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પશ્ચિમ “કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના અને માર્ગદર્શન આપેલ હોય.
જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચના એ.એસ.આઇ. અનિરુધ્ધસિંહ રાઠોડ, સંજયદાન ગઢવી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહ જાડેજા, જયદેવસિંહ જાડેજા તથા કાનજીભાઇ ડોડીયાનાઓ ભુજ શહેર તાલુકા વિસ્તારમાં નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા તે દરમ્યાન ફરતા-ફરતા રણજીતસિંહ જાડેજા તથા જયદેવસિંહ જાડેજા નાઓને સંયુક્ત અને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, “ભુજ શહેર એ-ડીવીઝન પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર.નં. ૧૨૯૪/૨૫ IPC ACT ની કલમ-૪૦૬,૪૧૯,૪૨૦,૧૨૦ (બી),૩૪ મુજબના ગુના કામેનો આરોપી અંકુર પ્રદીપભાઇ જોષી રહે. ઉમેદનગર કોલોની ભુજવાળો પાટવાડી નાકા થી કોડકી રોડ તરફ જતા રસ્તા પર હાજર છે.” જે હકીકત આધારે તપાસ કરતા મજકુર ઇસમ મળી આવેલ જેથી મજકુર ઇસમને ઉપરોક્ત ગુના કામે અટક કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
:• પકડાયેલ આરોપી
- અંકુર પ્રદીપભાઇ જોષી ઉ.વ.૩૮ રહે. મકાન નં.૨૩૮ ઉમેદનગર કોલોની કલેક્ટર ઓફીસ પાછળ ભુજ