ગાંધીધામના ભાજપ મંત્રીના આપઘાત કેસમાં પ્રથમ આરોપીની ધરપકડ

ગાંધીધામમાં બાલાજી વેફર્સની એજન્સી ધરાવતા અને ગાંધીધામ શહેર ભાજપના મંત્રી દીપેશભાઈ ત્રિપાઠીના આપઘાત કેસમાં પોલીસે પ્રથમ આરોપીની ધરપકડ કરી છે પૂર્વ કચ્છના અંજાર વિભાગના DYSP મુકેશ ચૌધરીએ મીડિયાને વિગતો આપતા જણાવ્યું હતું કે, 18 આરોપીઓ સામે નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે તપાસ તેજ કરી છે. જેમાં લોન પેટે મોટી રકમ મેળવી આર્થિક સંકડામણ ઊભી કરનાર આરોપી પ્રકાશ મોદીની અટકાયત કરવામાં આવી છે. આ કેસમાં મૃતકે આપઘાત પહેલા સ્યુસાઈડ નોટ અને વીડિયો બનાવી અનેક મોટા માથાઓના નામ જાહેર કર્યા હતા. પોલીસ દ્વારા અન્ય નાસતા ફરતા વ્યાજખોરો અને એજન્સી સંચાલકોને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ આ કેસમાં અનેક મોટાના નામ ખુલતા જ ભારે ખળભળાટ મચી ગયો છે