મોટી ધુફીની વાડીમાં દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ : આરોપી ફરાર

copy image

અબડાસા ખાતે આવેલ મોટી ધુફીની વાડીમાં દેશી દારૂની ભઠ્ઠી પોલીસે ઝડપી પાડી છે. આ મામલે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ નલિયા પોલીસે પૂર્વ બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરી હતી. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન મોટી ધુફીથી ભારાપર તરફના માર્ગ પર આરોપી શખ્સની વાડીની બાજુમાં આવેલા પાણીના છેલા નજીક તપાસ કરતાં અહીની બાવળોની ઝાડીમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપાઈ હતી. પરંતુ આરોપી પોલીસની પકડથી દૂર હતો. પોલીસે આ સ્થળ પરથી 500 લિટર આથા સહિત કુલ રૂા. 32,500નો મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.