ભુજના ધોરડોમાંથી 1.06 લાખના મુદ્દામાલ સાથે શિકારી પ્રવૃત્તિ કરતાં ત્રણ શખ્સો દબોચાયા

copy image

copy image

 ભુજના ધોરડોમાં શિકારની પ્રવૃત્તિ કરતાં ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે વધુમાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ધોરડોમાં ગેરકાયદેસર દેશી બનાવટની બંદૂક, છરા ઉપરાંત કુહાડી વડે જંગલી સૂવરના શિકારની પ્રવૃત્તિમાં સામેલ આ આરોપીઓને ખાવડા પોલીસે દબોચી લીધા છે. ખાવડા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન વાહન ચેકિંગ સમયે ધોરડો વિસ્તારમાં ઉધમા ત્રણ રસ્તા નજીક કમાન્ડર જીપ લઈને આવતા શખ્સોને રોકી અને તપાસ હાથ ધરવામાં આવેલ હતી જેમાં તેમની પાસેથી દેશી બંદૂક, છરો, કુહાડી અને શિકાર કરેલું સૂવર તેમજ માંસનો કોથળો મળી આવેલ હતા. પોલીસે તમામ શખ્સોની અટક કરી તેમની પાસેથી હથિયારો તથા જીપ સહિતનો કુલ રૂા. 1,06,300નો મુદ્દામાલ કબ્જે કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.