અંધજન મંડળ કે.સી.આર.સી. ભુજ અને વાઘ બકરી ફાઉન્ડેશનના સહયોગથી કચ્છના 10 દિવ્યાંગ વ્યક્તિઓને ચા ની કીટ અને કેબિન વિતરણ કરવામાં આવ્યા

image-176

આજે અંધજન મંડળ કે.સી.આર.સી. ભુજ ખાતે વાઘ બકરી ફાઉન્ડેશનના સહયોગથી કચ્છના અંતરિયાળ ગામડાઓના દિવ્યાંગ ભાઈઓને સ્વરોજગારી મળી રહે તે માટે ચા ની કેબીન અને કીટ વિતરણ કરવામા આવી.
અંધજન મંડળ અમદાવાદ અને વાઘ બકરી ફાઉન્ડેશન દ્વારા ગુજરાતના 100 દિવ્યાંગ વ્યક્તિઓને ચા બનાવવાની વસ્તુ અને કેબીન અર્પણ કરવામાં આવ્યા છે.
જેમાં આજે અંધજન મંડળ કે.સી.આર.સી. ખાતે કચ્છના 10 દિવ્યાંગ ભાઈઓને આ પ્રકારની કીટ આપી અને સ્વરોજગાર કરવા માટે મદદ કરવામાં આવી અંધજન મંડળ દ્વારા દિવ્યાંગ વ્યક્તિઓને રોજગારી મળી રહે અને તેઓ સમાજમાં સન્માનપૂર્વક જીવન જીવી શકે તેના અનુસંધાને આજે આ પ્રસંગે અંધજન મંડળ અમદાવાદથી ખાસ ઉપસ્થિત સિનિયર મેનેજર કિન્નરીબેન દેસાઈ અને તેમની ટીમ સાથોસાથ વાઘ બકરી ફાઉન્ડેશન માંથી સી.એસ.આર. નાં હેડ શ્રી અજયભાઈ સિસલીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે મહેમાનો દ્વારા દિવ્યાંગોને મદદની ખાતરી આપવામાં આવી અને આ ચા નો રોજગાર કરી તેઓ સ્વ નિર્ભર બને અને સારી આવક કમાતા થાય તે ઉદ્દેશ્યથી કચ્છમાં આ પહેલ કરવામાં આવી છે ઉપરાંત આવા દિવ્યાંગ વ્યક્તિઓને તો સ્વરોજગારી કરવી હશે તો આગળ પણ મદદ કરવાની ખાતરી વાઘ બકરી ફાઉન્ડેશન નાં સી.એસ.આર. હેડ અજયભાઈ એ આપી હતી અને અંધજન મંડળ કે.સી.આર.સી.ના મેનેજર અરવિંદસિંહ ગોહિલે જણાવ્યું કે વાઘ બકરી ફાઉન્ડેશન દ્વારા આ અગાઉ પણ કચ્છના દિવ્યાંગો માટે ખૂબ મદદ મળી છે જેમ કે વાવાઝોડામાં કચ્છના દિવ્યાંગો ને 1000 રાશન કીટ આપવામાં આવી હતી .આ ઉપરાંત અંધજન મંડળ કે.સી.આર.સી. ખાતે આરોગ્ય ક્ષેત્રે કામ આવે તે માટે જનરલ ડ્યુટી આસિસ્ટન્ટ કોર્સ ચાલુ છે અને કચ્છના જરૂરિયાતમંદ ભાઈઓ બહેનોને રોજગારી મળી રહે તે માટે હંમેશા મદદ મળતી રહે છે તે માટે વાઘ બકરી ફાઉન્ડેશન અને અંધજન મંડળથી ઉપસ્થિત સિનિયર મેનેજર એવા કિન્નરીબેન દેસાઈ અને એમની ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે શ્રી નખત્રાણા લોહાણા મહાજન ના પ્રમુખ રાજુભાઈ પલણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને દિવ્યાંગ વ્યક્તિઓને સ્વરોજગાર મેળવી પગ ભર થાય અને સરસ જીવન જીવી શકે એ ઉદ્દેશ્યથી આવા કાર્યોની સરાહના કરી હતી