પ્રસિદ્ધ યાત્રાધામ માતાનામઢમાં 29 માર્ચના ઘટ સ્થાપન સાથે 30/3થી ચૈત્રી નવરાત્રી પર્વનો આરંભ

દયાપર : લખપત તાલુકામાં આવેલા કચ્છના પ્રસિદ્ધ યાત્રાધામ દેશદેવી મા આશાપુરા માતાજીના સ્થાનક માતાનામઢમાં આગામી ચૈત્રી નવરાત્રી પર્વનો આરંભ તા. 29/3 ના ઘટસ્થાપનની ધાર્મિક વિધિ બાદ બીજા દિવસે તા. 30/3 થી આ પર્વનો આરંભ થશે
પ્રસિદ્ધ યાત્રાધામ માતાનામઢ ખાતે અશ્વિન નવરાત્રી પર્વની જેમ ચૈત્રી નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવેે દર વર્ષે પરંપરાગત ઉજવાતા ચૈત્રી નવરાત્રી પર્વની ઉજવણી અંતર્ગત આગામી ચૈત્રી નવરાત્રી પર્વ ફાગણ વદ અમાસ તા. 29/3 ને શનિવારે રાત્રે 9:00 કલાકે ઘટસ્થાપન ધાર્મિક વિધિ બાદ તા. 30/3 ચૈત્ર સુદ એકમને રવિવારથી નવરાત્રી પર્વનો આરંભ થશે જ્યારે તા. 2/4, બુધવારે સવારે 9:00 કલાકે જનોઈ ધારણ તેમજ ચૈત્ર સુદ સાતમ તા. 4/4 ને શુક્રવારે રાત્રે 9:30 કલાકે ગાદી પૂજન, 9:45 કલાકે જગદંબા પૂજન બાદ રાત્રે 10:00 કલાકે હોમ હવનની ધાર્મિક વિધિનો આરંભ થયા બાદ મોડી રાત્રે 1:30 કલાકે મઢ જાગીર અધ્યક્ષના હસ્તે શ્રીફળ હોમ સાથે બીજા દિવસે આ પર્વની ઉજવણીનું સમાપન કરાશે, ચૈત્રી નવરાત્રી દરમિયાન મંદિર પરિસરમાં માતાજીના ગરબાની સ્થાપના કરી દરરોજ રાત્રે આરતી પૂજન સાથે માતાજીના ગુણગાન તેમજ દુહા છંદ સાથે ખેલૈયાઓ દ્વારા રાસ ગરબા રમવામાં આવે છે અત્રે ઉલ્લેખનીય છે કે અશ્વિન નવરાત્રી પર્વની જેમ જ અહીં પરંપરાગત ચૈત્રી નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવે છે આ દિવસો દરમિયાન અહીં મોટી સંખ્યામાં માઇ ભક્તોમાં આશાપુરા માતાજીના દર્શનાર્થે અહીં આવતા હોવાથી મીની મેળાનો માહોલ જોવા મળે છે