ભુજમાંથી આંકડો લેતા શખ્સને ઝડપી પાડતી એ-ડિવિઝન પોલીસ

copy image

copy image

ભુજ શહેરમાં આવેલ સુમરાડેલી નજીકથી કલ્યાણ ઓપન બજારનો આંક ફરકનો આંકડો લેતા એક શખ્સને પોલીસે દબોચી લીધો છે. આ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત દિવસે સાંજે ભુજમાં સુમરાડેલી નજીક આ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. આ કાર્યવાહી દરમ્યાન કલ્યાણ ઓપન બજારનો આંક ફરકનો આંકડો લેતા ઈશમને રોકડા રૂા. 500 તથા પેન-ડાયરી સાથે એ-ડિવિઝન પોલીસે પકડી લીધો હતો. પોલીસે પકડાયેલ ઈશમ વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.