મુંબઈ થી લાખોનું બિયર કન્ટેનર ગાંધીધામ આવતાં પેહલા સુરત SMCએ ઝડપ્યું


મુંબઈથી સુરત માર્ગે ગાંધીધામ આવી રહેલા મોટી માત્રા માં બિયર ટીન ભરેલાં કન્ટેઈનર ટ્રેલર ને સ્ટેટ મોનિટરીંગ સેલે સુરત ગ્રામ્ય કામરેજ તાલુકાના ચોર્યાસી ટોલનાકાના પાસે ઝડપી પાડ્યું છે SMC એ ૬૭.૨૪ લાખનાં કિંમતના અલગ અલગ બ્રાન્ડના બિયર ૨૧૮૮ પેટી મળી આવેલ છે ટ્રક ચાલક ગણપતસિંહ ભીમસિંહ રાઠોડ, રહે પાનધ્રો નેં પકડી પુછપરછ કરતાં તેણે જણાવ્યું કે ટ્રેલર નો માલિક ગાંધીધામનો જયરાજસિંહ પૂનમસિંહ સોઢા, એ મુંબઈ થી બિયર નો જથ્થો ગાંધીધામ લાવવા જણાવ્યું હતું મુંબઈ થી બિયરનો માલ ભરીને આપનારો મોબાઈલ નંબર મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી છે