અબડાસાના વિંઝાણ ગામના યુવાનનું માર્ગ અકસ્માતમાં માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા મોત

copy image

અબડાસા ખાતે આવેલ વિંઝાણ ગામના યુવાનનું માર્ગ અકસ્માતમાં મોત નીપજયું છે. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ વિંઝાણ ગામનો પરેશ આરબ કોલી નામનો 20 વર્ષીય યુવાન લઈને ગત તા. 25/2ના રાત્રીના સમયે પોતાની બાઈક લઈને જઈ રહ્યો હતો તે દરમ્યાન નલિયા-માંડવી ધોરીમાર્ગ પર ડુમરા દેવી પેટ્રોલ પંપ નજીકથી પસાર થતી વેળાએ હ્યુંડાઈ કંપનીની આઈટેન ગાડીના ચાલકએ તેને અફડેટે લેતાં આ યુવાન ગંભીર રીતે ઘાયલ બન્યો હતો. સર્જાયેલ અકસ્માતમાં હતભાગી યુવાનને માથાના પાછળના ભાગે ગંભીર ઈજા પહોંચવાના કારણે તેનું મોત થયું હતું. આ અંગે ગાડીના ચાલક વિરુદ્ધ પોલીસ મથકે ગુનો નોંધાવવામાં આવતા પોલીસે આગળની વધુ તપાસ આદરી છે.