મહાશિવરાત્રીના દિવસે નખત્રાણા શહેર દશનામ ગોસ્વામી સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું

મહાશિવરાત્રીના દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ નખત્રાણા શહેર દશનામ ગોસ્વામી સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા કલ્યાણેશ્વર મંદિરથી લઈને મેન બજાર બસ સ્ટેશન નગરમાં ફરી ૐ કાલેશ્વર મંદિરમાં ભાવી ભક્તોએ દર્શન કર્યા હતા. તેમજ મંદિરના પૂજારી શ્રી કેશવગીરી દ્વારા આ શિભાયાત્રા તેમજ મહાદેવના વેશમાં વેશભૂષા ધારણ કર્યું હતું. અને ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ આ શોભાયાત્રા વથાણ ચોક તેમજ મેન રોડથી પસાર થઈને સોની સમાજવાડી ખાતે સમાપન કરવામાં આવ્યું હતું. તેમજ સોની સમાજવાડી ખાતે દાતાશ્રીઓ અને ભાવી ભક્તો દ્વારા મહાપ્રસાદનો લાભ લેવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા પણ નખત્રાણા શહેર દશનામ ગોસ્વામી સમાજ તેમજ યુવક મંડળ, મહિલા મંડળ, તેમજ પ્રમુક મનોજપુરી યુવકમંડલ, પ્રમુખ અમિતગિરિ સુરેશગીરી તેમજ ભાવેશગિરિ જશવંતગિરિ, અનિલગિરી મુકેશગિરિ તેમજ જિગ્નેશગિરિ, અમિતગિરિ મહિલા મંડળ પ્રમુખ કલ્પનાબેન ગોસ્વામી તેમજ સમાજના જવાદભાઈએ આ કર્યું હતું.  

રિપોર્ટ બાય : જે.આર ગોસ્વામી નખત્રાણા