આવતી કાલે 1 માર્ચના રોજ PM મોદી જામનગરની મુલાકાતે

copy image

સૂત્રો જણાવી રહ્યા છે આવતીકાલે 1 માર્ચના રોજ PM મોદી જામનગર પહોંચશે. જ્યાં તેઓ રાત્રિ રોકારણ કરી શકે છે. બાદમાં જામનગરમાં રિલાયન્સના વનતારાની મુલાકાતે આવશે.  ત્યારે વધુમાં માહિતી મળી રહી છે કે, વડાપ્રધાનના આગમનને લઈને જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. જામનગરના રસ્તાઓ પર રેલીંગો મુકાઈ છે. પોલીસ તંત્ર દ્વારા રિહર્સલ કરવામાં આવી રહ્યું છે.  જ્યારે સૂત્રોનું કહેવું છે કે, કાર્યક્રમને લઈને તંત્ર દ્વારા કોઈ સતાવાર માહિતી આપાઈ નથી.