ઘડુલીમાં ભજન સંતવાણીનો કાર્યક્રમ યોજાયો

દયાપર : લખપત તાલુકાના ઘડુલી ખાતે અહીંના નીલકંઠ મહાદેવ મંદિરે રાત્રે ભજન સંતવાણીના કાર્યક્રમ સાથે મહાદેવજીની ચાર પ્રહર પૂજા સહિતનો કાર્યક્રમ યોજાયો હતો મોડી રાત સુધી ચાલેલા ભજન સંતવાણીના કાર્યક્રમમાં ભજનીક જગદીશ ગઢવી, જસવંત દેવજી પટેલ તેમજ સાહિત્યકાર યોગેશ જોશી દ્વારા ભજનની રમઝટ જમાવવામાં આવી હતી કાર્યક્રમમાં મોડી રાત સુધી ઘડુલી તેમજ દયાપરના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આયોજન વ્યવસ્થા સ્થાનિક સનાતન યુવા ગ્રુપ દ્વારા સંભાળવામાં આવી હતી