અમરેલી પંથકમાંથી શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી : હેવાન શિક્ષકે ધોરણ 4ની 2 વિદ્યાર્થીઓ સાથે દુષ્કર્મ આચર્યું

copy image

સૂત્રો જણાવી રહ્યા છે અમરેલી પંથકમાં શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના બની છે. આ અંગે વર્તુળોમાંથી વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ અમરેલીના કુકાવાડા રોડ પર આવેલી એક શાળાના શિક્ષકે બે વિદ્યાર્થીઓ સાથે દુષ્કર્મ આંચર્યું હોવાનો બનાવ પોલીસ ચોપડે ચડ્યો છે. ત્યારે આ મામલે પ્રાપ્ત વિગતો મુજબ આ નરાધમ હેવાન શિક્ષક છેલ્લા 8 દિવસથી અવાર નવાર વિદ્યાર્થીનીઓને પોતાની ઓફિસમાં બોલાવી દુષ્કર્મ આચરતો હતો. ઉપરાંત પ્રાથમિક શાળામાં ધોરણ 4ની 2 વિદ્યાર્થીઓને સાથે ખરાબ રીતે ચેડાં કરતાં રંગેહાથ ઝડપાયો છે. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આ હવસખોરને દબોચી લીધો છે.