શિક્ષણસેવાને સમર્પિત શિક્ષકદંપતીને અઢળક અભિનંદન !

ગ્રામ્ય વિસ્તારમાં વર્ષોથી શિક્ષણની નિષ્ઠાપૂર્વક અખંડ સેવા કરતા પ્રવીણભાઈ ભદ્રા અને એમનાં ધર્મપત્ની મીનાબેનની શાળા, વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓથી સતત ધબકતી રહે છે. બન્નેના સ્વભાવમાં અજબ સામ્ય છે. મેં એમને સદા હસતાં જ જોયાં છે. હસતો ચહેરો શિક્ષકની પ્રથમ લાયકાત હોવી જોઈએ. વિદ્યાર્થી વાત્સલ્ય બીજો ફરજીયાત ગુણ હોય. આ બે ગુણ હોય પછી બાકીના ગુણો એની પાછળ જોડાઈ જ જાય.
આ વખતે મીનાબેને, બાળકો પસંદગી મુજબની પ્રવૃત્તિ હોંશથી કરી શકે એ માટે ખાસ જહેમત લઈને સુંદર વર્ગ તૈયાર કર્યો છે તેથી વર્ગ ‘સ્વર્ગ’ જેવો જણાય છે. મને તો પુન: બાળક બનીને ભણવા રમવા બેસી જવાનું મન થયું તો જે બાળકો હાલમાં અભ્યાસ કરી રહ્યાં છે એમને ‘ઘેર જાવું ગમતું નથી.’ એ સહેજે સમજી શકાશે.
વિશેષમાં, આ દંપતી હાલમાં દોહિત્રીનાં નાના નાની બન્યાં હોઈ, એ આનંદના સહભાગી બનાવવા, આખી શાળાનાં બાળકો સાથે આ વિદ્યાધામનાં દર્શનાર્થે આવેલાં તમામ ભાઈ બહેનોને પણ મીઠાઈનાં પેકેટ ભેટ અર્પણ કર્યા. આ ઉમદા ભાવના માટે શું લખું ? શબ્દો ઓછા પડે. આપણે સૌ લક્ષ્મીજીનાં પગલાં પડ્યાં એની ખુશી વ્યક્ત કરી, અઢળક શુભેચ્છા પાઠવીએ. ડૉ. રોશની, ઉ