નાની હમીરપુર ગામમાં બોલેરોએ હડફેટમાં લેતા માસૂમ બાળકીએ જીવ ગુમાવ્યો

accident

copy image

accident
copy image

રાપર ખાતે આવેલ નાની હમીરપુર ગામમાં બોલેરોએ હડફેટમાં લેતા માસૂમ બાળકીએ જીવ ગુમાવ્યો હતો. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ નાની હમીરપરમાં ખેતમજૂરી કરતા ફરિયાદી ભલા રાયજી નાયક નામનો યુવાન પરિવાર સાથે વાડીમાં રહે છે. ફરિયાદીની દીકરી ગત તા. 28/2ના રોજ શાળાએ ગયેલ હતી. જ્યાથી પરત આવતા સમયે અન્ય બાળકોની રાહ જોઇ રોડની બાજુમાં ઊભી હતી તે સમય દરમ્યાન આગળ જતી બસને ઓવરટેક કરવા જતાં બોલેરોના ચાલકે બાળકીને હડફેટમાં લેતા તે ગંભીર રીતે ઘાયલ થઈ હતી. હતભાગીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.