ભુજમાં 31 વર્ષિય યુવાને ગળે ફાંસો ખાઈ જીવનની અંતિમ વાત પકડી હતી

copy image

copy image

ભુજમાં 31 વર્ષિય યુવાને કોઈ અકળ કારણોસર ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કરી લીધો હતો. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજમાં સંત રોહિતદાસ નગરમાં રહેતા ધનજીભાઈ નામના શખ્સે જીવનની અંતિમ વાત પકડી લીધી હતી. હતભાગી ગત દિવસે સાંજના સમયે પોતાના ઘરે હાજર હતો તે સમયે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે લોખંડની આડીમાં લુંગી વડે ગળેફાંસો ખાઈ લીધો હતો. બનાવ અંગે જાણ થતાં તેને તુરંત સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો જ્યાં ફરજ પરના તબીબે તેને મરુત જાહેર કર્યો હતો. આ બનાવ અંગે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ આરંભી છે.