અંજારમાં પશુઓને કતલખાને લઈ જતા ચાર શખ્સની અટકાયત
અંજાર પોલીસે સતાપર પાસે પશુઓને કતલખાને લઈ જવાના ઈરાદે વાહનોમાં ગેરકાયદેસર રીતે વહન કરાવી અબોલ પશુઓ ઉપર ક્રૂરતા ગુજારવાના મામલે ચાર જણ સામે ગુનો નોંધાવ્યો હતો. આ અંગે મળતી માહિતી મુજબ અબોલ પશુઓને કતલખાને લઈ જવાના ઈરાદે વાહનોમાં લઈ જવાતા હોવાની બાતમીના આધારે ગૌરક્ષકોએ વોચ ગોઠવી ત્રણ બોલેરો ગાડીને રોકાવી તપાસ કરતાં વાહનોમાં જરૂરી પરવાના લીધા વિના અબોલ જીવ ભેંસો, ગાય અને પાડા, પાડી સહિત 18ને મુક્ત કરવામાં આવ્યા હતા. પોલીસે કહ્યું હતું કે, આરોપીએ પોતાનાં વાહનમાં પશુઓ માટે ઘાસચારા તથા પાણીની વ્યવસ્થા કર્યા વિના અબોલ જીવ ઉપર ત્રાસ ગુજાર્યો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ આરંભી છે.