રાપર ખાતે આવેલ વજેપર ગામના સીમ વિસ્તારમાંથી દેશી બંદૂક સાથે એકની ધરપકડ

copy image

copy image

રાપર ખાતે આવેલ વજેપર ગામના સીમ વિસ્તારમાંથી પોલીસે એક ઈશમને દેશી બંદૂક સાથે દબોચી લીધો હતો. આ બનાવ અંગે વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસની ટીમને ખાનગી મળેલ બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન ગામના  વાડીવિસ્તારમાં આરોપી માધવ ભીમજી મહેશ્વરીના કબજાની ઓરડીમાં કબાટમાંથી બંદૂક મળી આવતા કબ્જે કરાઈ હતી. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી આરંભી છે.