વરસામેડી નજીક અજાણ્યાં વાહનની હડફેટે 21 વર્ષીય યુવાને જીવ ગુમાવ્યો

copy image

copy image

  અંજાર ખાતે આવેલ વરસામેડી નજીક અજાણ્યાં વાહનની હડફેટે 21 વર્ષીય યુવાનનું મોત થયું છે. આ બનાવ અંગે સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 23/1ના સાંજના અરસામાં સાકેત રાજુભાઈ મોર્ય નામનો યુવાન પોતાની બાઈક લઈને જઈ રહ્યો હતો તે સમયે વેલસ્પન કંપનીથી આગળ ઈન્ડિયા કોલોની  આગળ માર્ગ પર આ યુવાનને અકસ્માત નડયો હતો. સર્જાયેલ અકસ્માતમાં માથાના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચવાના કારણે આ યુવાને જીવ ગુમાવ્યો હતો. આ બનાવ અંગે પોલીસે આગળની વધુ તપાસ આરંભી છે.